Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરકોંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી અને અગ્નિપથ યોજના મુદ્દે વિરોધ પ્રદર્શન

કોંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી અને અગ્નિપથ યોજના મુદ્દે વિરોધ પ્રદર્શન

જિલ્લા કોંગ્રેસ દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ પાસે તથા શહેર કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલે ધરણા

- Advertisement -

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા દરેક વિધાનસભામાં રાજ્યવ્યાપી મંદી, મોંઘવારી અને અગ્નિપથ યોજના મુદ્દે વિરોધ પ્રદર્શન જાહેર કરાયું હતું. જેના ભાગરુપે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયાની આગેવાની હેઠળ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ધરણા-વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

પ્રજા વિજળી, બેરોજગારી, મોંઘવારી સહિતના અનેક મુદ્ાઓની સમસ્યાઓથી ઘેરાયેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં યુવાનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ પાસે તેમજ શહેર કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલ પાસે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

- Advertisement -

હાપા માર્કેટિંગ યાર્ડ પાસે જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, 77 વિધાનસભાના પ્રભારી ચિરાગસિંગ, ગુજરાત કિસાન કોંગ્રેસના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, જિલ્લા સંગઠનમંત્રી પ્રદીપસિંહ વાળા, જામનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, અંકિતભાઈ ઘાડીયા, હરુણભાઈ પલેજા, ધ્રોલ શહેર પ્રમુખ અદનાન જન્નર, જિલ્લા મંત્રી અનૌપસિંહ જાડેજા, માઈનોરિટી ના પ્રમુખ ઇકબાલભાઈ સુમરા, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રભાતભાઈ જાટીયા, તાલુકા પંચાયતના વિરોધપક્ષ નેતા ઇસ્માઇલભાઈ ખીરા, જિલ્લા ઉપપ્રમુખ દાઉદભાઈ, પી.આર જાડેજા, જિલ્લા મંત્રી ચેતનભાઈ મોરી, અમિતભાઇ સોનગરા, અનિલભાઈ વાઘેલા, અફઝલભાઈ, દિનેશભાઇ કંબોયા તથા જિલ્લા/તાલુકા કોંગ્રેસ સમિતિ ના આગેવાનો, કાર્યકરો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે લાલબંગલા સર્કલ ખાતે આયોજિત જામનગર શહેર કોંગ્રેસના ધરણામાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, ઉપરાંત આનંદ ગોહિલ સહિતના કોંગ્રેસના હોદ્દેદારો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular