મધ્યપ્રદેશના ભાજપાના મંત્રીએ તાજેતરમાં કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી કરી હોય જે બદલ નારી શકિતનું અપમાન થતા જામનગર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાયો હતો.

જામનગરમાં લાલ બંગલા સર્કલ પાસે ભાજપાના મંત્રી વિરુધ્ધ સુત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવાયો હતો. મધ્યપ્રદેશ ભાજપાના મંત્રી દ્વારા ઓપરેશન સિંદુરના ઓફિશીયલ સ્ટેટમેન્ટ આપનાર કર્નલ સોફિયા કુરેશીને કરવામાં આવેલી ટિપ્પણી મુદ્દે વિરોધ દર્શાવતા મંત્રી વિજય શાહના પોસ્ટર પર કાળી શાહી ફેંકી, દેશદ્રોહનો ગુનો નોંધવાની માંગ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને ટીમે કરી હતી.
આ તકે કોર્પોરેટર જેનબબેન ખફી, સહારાબેન મકવાણા, રચનાબેન નંદાણિયા, રંજનબેન ગજરા, તોસિફખાન પઠાણ, નુરમહમદ પાલેજા, મહિપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ધવલ નંદા, દિગુભા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.