જામનગર શહેરમાં આજરોજ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં પત્રકાર પરિષદ યોજી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પ્રદેશ જગદીશભાઇ ઠાકરોની સૂચના અનુસાર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા ડૉ. હેમાંગ વસાવડાની ઉપસ્થિતિમાં આયોજિત પત્રકાર પરિષદમાં સરકમાર ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગમે તેટલાં ડરાવવા, ધમકાવવા અને ખોટા કેસ કરવા છતાં પણ કોંગ્રેસનો અવાજ દબાવી શકાશે નહીં. કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા જનહિતના મુદ્દા ઉઠાવવામાં આવશે. ડરના કારણે કોંગ્રેસ જનહિતના મુદા ઉઠાવવામાં સંકોચ કરશે તે ખોટી ધારણા છે. જાણી જોઇને ખોટા કેસો કરી સરકાર કોંગ્રેસ અને રાહુલ ગાંધીના અવાજને રોકવા પ્રયાસ કરી રહી છે. રાહુલ ગાંધી વિરૂધ્ધ થયેલ નિર્ણય ખોટા છે. આ મામલે વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં જામનગર શહેર કોંગ્રેસ 5્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડિયા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર, જેનબબેન ખફી વગેરે ઉપસ્થિત રહયા હતા.


