જામજોધપુર નગરપાલિકા દ્વારા પ્રજા પર કમ્મરતોડ વેરો વધારો લાગુ કરતાં કોંગ્રેસ દ્વારા વેરા વધારાનો વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.
જામજોધપુર નગરપાલિકા દ્વારા વેરો વધારો લાગુ કરતાં આ ભાવ વધારો અસહ્ય હોય, એકબાજુ પેટ્રોલ-ડિઝલ સહિતની જરૂરિયાતવાળી વસ્તુમાં મોંઘવારીએ માઝા મૂકી છે. તેમાં નગરપાલિકા દ્વારા વેરો વધારાતાં તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જનરલ બોર્ડ શરુ થાય તે પૂર્વે વેરો પાછો ખેંચવાના નારા સાથે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો 15 દિવસમાં વેરાનો વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો પ્રજાને સાથે રાખી આંદોલનની ચિમકી કોંગ્રેસ વિરોધપક્ષ નેતા અશોકભાઇ કાંઝીયા, કોંગ્રેસ અગ્રણી હિરેનભાઇ ખાંટ તથા કોર્પોરેટર મુકેશભાઇ કડીવાર સહિતના કોંગ્રેસ અગ્રણીઓએ ઉચ્ચારી છે.
જામજોધપુર નગરપાલિકામાં વેરા વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ
ચીફ ઓફિસર આવેદનપત્ર પાઠવી વેરો વધારો પાછો ખેંચવા માંગ: 15 દિવસમાં વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચિમકી