દ્વારકામાં કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રદેશ સ્તરની ચિંતન શિબિર યોજવામાં આવશે. દ્વારકામાં આગામી તારીખ 25થી27 સુધી યોજાનારી ચિંતન શિબિરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાજરી આપશે. તેની તૈયારીઓના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત આગેવાનો દ્વારકા પહોચ્યા હતા.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, દંડક સી જે ચાવડા સહિત કોંગી આગેવાનોએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. ચિંતન શિબિર સ્થળની પસંદગી તેમજ હેલીપેડ સહિતના વિસ્તારોમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ સહિત કોંગ્રેસી આગેવાનોએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.