જામનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શાસનના પાંચ વર્ષની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસ રૂપાણી સરકારની નિષ્ફળતા સામે દેખાવો યોજી સુશાન પર્વનો વિરોધ કરી દેખાવો કરી રહ્યું છે. આજે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા વોર્ડ નં.1 માં વિકાસ ખોજયાત્રાના કાર્યક્રમ આયોજન કર્યુ હતું.
કોંગ્રેસ દ્વારા આજે જામનગરના વોર્ડ નં.1 માં વિકાસ ખોજયાત્રા યોજી હતી અને જામનગરના વોર્ડ નં.1 મા અને રાજ્યમાં વિકાસ થયો ન હોય, સરકારની નિષ્ફળતા અંગે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જામનગરના વોર્ડ નં.1 ના કોંગ્રેસના કાર્યકરોએ વિકાસ ગાંડો થયો છે સહિતના સ્લોગન સાથેના પોસ્ટરો લઇ વિકાસ ખોજયાત્રા કરી હતી. આ તકે ખંભાળિયા ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડિયા, કર્ણદેવસિંહ જાડેજા, કોર્પોરેટર જેનબબેન ખફી, ધવલભાઈ નંદા, નુરમામદભાઈ પલેજા, સહારાબેન મકવાણા, જામનગર શહેર કોંગ્રેસ મહિલા સમિતિના રંજનબેન ગજેરા, નયનાબા જાડેજા સહિતના કોંગ્રેસના કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.