Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોમાં ઇજનેરની ભરતી મુદ્દે કોંગી નગરસેવિકાના ધરણા

જામ્યુકોમાં ઇજનેરની ભરતી મુદ્દે કોંગી નગરસેવિકાના ધરણા

મેયરને આવેદનપત્ર પાઠવ્યું

- Advertisement -

જામનગર મહાનગરપાલિકામાં પાંચમાંથી ચાર કાર્યપાલક ઇજનેરની જગ્યા ખાલી છે. ખાલીજગ્યા પર ઇન્ચાર્જથી ગાડુ ગબડાવવામાં આવતાં કામગીરીને માઠી અસર થઇ રહી છે. આથી આ અંગે કોંગ્રેસના વોર્ડ નં. 4ના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ જનરલ બોર્ડમાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઇ ઉકેલ આવતો નથી.

- Advertisement -

જેને લઇ કોંગી નગરસેવિકા દ્વારા દર ગુરુવારે સ્ટે. કમિટી હોલની બહાર ધરણાની ચિમકી આપી હતી. જે અંતર્ગત આજે સતત ચોથા ગુરુવારે રચનાબેન નંદાણીયાએ સ્ટે. કમિટી હોલ બહાર ધરણા કર્યા હતાં અને જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારીને આ અંગે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને જામ્યુકોમાં ખાલી રહેલ ઇજનેરની ભરતી કરવા માંગણી કરી હતી. આ તકે રચનાબેન ઉપરાંત કોંગ્રેસ અગ્રણી સુભાષભાઇ ગુજરાતી પણ ધરણામાં જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular