કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 124 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મળતી માહિતી મુજબ પૂર્વ સીએમ સિદ્ધારમૈયા વરૂણા સીટથી અને પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરાથી ચૂંટણી લડશે. આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંકનું પણ નામ આ યાદીમાં સામેલ છે. તેઓ ચિતાપુરથી ચૂંટણી લડશે. આ સિવાય એમબી પાટીલને બાબલેશ્ર્વરથી, દિનેશ ગુંડુરાવને ગાંધીનગરથી, ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા એમએલસી પુતન્નાને રાજાજીનગરથી અને ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી કે.એચ. મુનિયપ્પાને દેવનહલ્લીથી કોંગ્રેસની ટિકિટ મળી છે. આ સિવાય મેંગલોરથી યુટી અબ્દુલ કાદર અલી ફરીદ, શૃંગેરીથી ટીડી રાજગૌડા, શિવાજી નગરથી રિઝવાન ઈર્શાદ, વિજય નગરથી એમ કૃષ્ણમ્પ્પા અને બેલ્લારી આરક્ષિત બેઠક પરથી બી નાગેન્દ્રને ટિકિટ આપવામાં આવી છે.