Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાત27,000 લોકોનાં મોતનો કોંગ્રેસનો આક્ષેપ: સહાયની માંગ

27,000 લોકોનાં મોતનો કોંગ્રેસનો આક્ષેપ: સહાયની માંગ

- Advertisement -

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કેટલાંય લોકોએ જાન ગુમાવ્યા છે. સરકારી ચોપડે અત્યાર સુધી કોરોનાનો મૃત્યુઆંક 9701 નોંધાયો છે. પણ કોંગ્રસે આરોપ મૂકયો છે કે, છેલ્લાં પંદરેક દિવસમાં જ ગુજરાતમાં કોરોનાને લીધે 27 હજારથી વધુ લોકોના મોત નિપજયાં છે.

ગુજરાત સરકાર કોરોનાનો મૃત્યુ આંક છુપાવી રહી છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસે સાચો મૃત્યુઆંક જાણવા પ્રયાસો કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં એવો આક્ષેપ કર્યો કે,મોટાભાગના કોરોનાના દર્દીઓ દવા, ઇન્જેકશન અને પથારી ઉપરાંત હોસ્પિટલમાં સારવારના અભાવે મોતને ભેટયાં છે. કોંગ્રેસે ગુગલ ફોર્મ પર કોરોનાના દર્દીઓના મૃત્યુની જાણકારી મંગાવી હતી જેમાં 17,300 લોકોએ ઓનલાઇન ફોર્મ ભરીને પોતાના સ્વજનનું કોરોનાથી મોત થયુ છે. તેવી જાણકારી આપી છે. જયારે ઇન્ટરનેટ ઉપરાંત અન્ય મુશ્કેલીને લીધે કોંગ્રેસ જિલ્લા-તાલુકાની સમિતીઓને 10 હજાર લોકોએ ફોર્મ ભરીને કોરોનાથી મૃત્યુ પામેલાં લોકોની જાણ કરી છે.આમ, પંદરેક દિવસમાં જ 27 હજાર લોકોના મોત થયા છે.

કોંગ્રેસે એવી પણ માંગ કરી છે કે, કોરોનાથી મૃત્યુ પામેલી વ્યકિતના પરિવારને રાજય સરકાર રૂા. 4 લાખની સહાય જાહેર કરે. કોરોનાના સાચો મૃત્યુઆંક જાણવા પ્રયાસ કર્યો છે. જેમાં એવી વિગતો પણ જાણવા મળી છે કે, 22 ટકા લોકોએ એવુ કબુલ્યુ કે, તેમના સ્વજનનું ઘેર અવસાન થયુ છે જયારે 77.3 ટકા લોકોએ કહ્યું કે, તેમના સ્વજનનું મૃત્યું હોસ્પિટલમાં થયુ છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપ સરકાર કોરોનાના મૃત્યુઆંક છુપાવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular