ધ્રોળ તાલુકાના ગોકુલપૂર ગામમાં બે સેઢા પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી અને એક ખેડૂત દંપતિ પર પાડોશીમાં જ વાડી ધરાવતા દંપતી સહિતના ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ- ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
ધ્રોળ તાલુકાના ગોકુલપૂર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દિનેશભાઈ બાબુભાઈ નામના ખેડૂત યુવાને વાડીના સેઢાના પ્રશ્ર્ને પોતાના ઉપર તેમજ પોતાની પત્ની ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પાડોશમાજ વાડી ધરાવતા લક્ષ્મણભાઈ બાબુભાઈ સોઢીયા તેની પત્ની ભાવનાબેન લખમણભાઇ અને પુત્ર અર્જુન લખમણભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ ના અનુસંધાને ધ્રોળ પોલીસે હુમલા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બંને પાડોશી દંપતિઓની બાજુબાજુમાં વાડી આવેલી છે અને બંને વચ્ચેના સેઢાના પ્રશ્ર્ને તકરાર થઈ હતી. જેના અનુસંધાને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.