જામનગર જિલ્લાના પત્રકારો માટે રેડક્રોસ સોસાયટી અને માહિતી વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન નેશનલ હાઈસ્કૂલ, રેડક્રોસ સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં પત્રકારોને લોહીની ટકાવારી, લિપિડ પ્રોફાઇલ, કીડની, થાઇરોઇડ, બી-12 અને વિટામિન ડી, ડાયાબિટીસ, એક્સ રે, ઇસીજીના ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા. નિદાન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. જેમાં રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન ડો.અવિનાશ ભટ્ટ, પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, સભ્યો શેતલબેન શેઠ, નિરંજનાબેન વિઠ્ઠલાણી, કિરીટભાઈ શાહ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રભાઈ ભાનુશાળી, દીપા સોની, નીતિનભાઈ પરમાર, કાજલબેન ગાગિયાણી, ઉષાબેન ગાંધી, એપી અમૃતિયા, કેસુભાઈ કેટિયા, ભરતભાઈ દવે, અજીતસિંહ જાડેજા વગેરે સહભાગી તા.