સ્કીલ ઇન્ડિયા મિશનના આજે 6 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાઓને સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે નવી પેઢીના યુવાનોનું સ્કીલ ડેવલપમેન્ટ એ એક રાષ્ટ્રીય જરૂરિયાત છે, તે આત્મનિર્ભર ભારતનો વિશાળ આધાર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આજે રોજ સ્કીલ ઇન્ડિયા મિશનના 6 વર્ષ પૂર્ણ થવા બદલ જણાવ્યું કે આપણે છેલ્લાં 6 વર્ષમાં જે આધાર બન્યા, જે નવા સંસ્થાનો બન્યા, તેમાં સંપૂર્ણ તાકાત ઉમેરીને સ્કીલ ઈન્ડિયા મિશનને નવી ગતિ આપવાની છે. વિશ્વમાં આજે સ્કીલની એટલી માંગ છે કે સ્કીલ હશે તો જ વિકાસ થશે. આ વાટ વ્યક્તિઓ અને દેશ માટે લાગુ પડે છે. પીએમએ વધુમાં જણાવ્યું કે વિશ્વ માટે સ્માર્ટ અને સ્કીલ્ડ મેન પાવર સોલ્યુશન ભારત પ્રદાન કરી શકે, તે આપણા યુવાનોની કૌશલ્ય વ્યૂહરચનાના કેન્દ્રમાં હોવું જોઈએ. આને ધ્યાનમાં રાખીને ગ્લોબલ સ્કીલ ગેપનું જે મેપિંગ કરવામાં આવી રહ્યું છે, તે પ્રશંસનીય પગલું છે.
નરેન્દ્ર મોદીએ યુવાઓને કહ્યું કે આજે એ જરૂરી છે કે આપણી કમાણી સાથે આપણી આવડત અટકવી જોઈએ નહી. નવી પેઢીના યુવાઓની સ્કીલ રાષ્ટ્રીય જરૂરતની સાથે આત્મનિર્ભર ભારતનો મોટો આધાર છે.