પ.પૂ. આચાર્ય હેમપ્રભસૂરી મ.સા.ની ઈચ્છા હતી કે કોઈ વિધિકાર પ્રત વગર પૂજન ભણાવે અને આખું સીદ્ધીચક્ર પૂજન તેને કંઠસ્થ હોય. જામનગરના પ્રિયાંશુ શાહ પૂજન કંઠસ્થ કરી પૂજન ભણાવી રહ્યા છે.
વિશ્વના પ્રથમ બાલ વિધિકાર પ્રિયાંશુ શાહ (૧૩ વર્ષ) સંપુર્ણ જૈન સિદ્ધચક્ર મહાપુજન કંઠસ્થ કરીને એક પણ જૈન પ્રત(પુસ્તક) વગર આખા વર્લ્ડમાં પુજન ભણાવે (કરાવે) છે. આખી દુનિયામાં નાના કે મોટા કોઈપણ વિધિકારે બુક વગર પુજન ભણાવ્યું નથી કે ભણાવતું પણ નથી. પ્રિયાંશુ શાહ એ પ.પૂ. આચાર્ય હેમપ્રભસૂરી મ.સા.ની ઈચ્છા પૂર્ણ કરી છે.