ઓખામાં નવીનગરી વિસ્તારમાં આવેલા મદ્રેસાની બાજુમાં રહેતા મહમદરફીક આમદભાઈ વસા નામના 65 વર્ષના મુસ્લિમ વૃદ્ધની માલિકીની ઓખામાં આવેલી સીટી સર્વે નંબર 394 ની 915.06 ચોરસ મીટર મિલકત પૈકીની 518.58 ચોરસ મીટર જમીનમાં આવેલું 1500 ફૂટનું મકાન તેમના સગા બનેવી ઇસ્માઈલ મુસાભાઈ ગજ દ્વારા વર્ષ 2008 થી ગેરકાયદેસર રીતે કબજો જમાવીને પચાવી પાડતા આ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
રૂપિયા 15 લાખની બજાર કિંમત ધરાવતા આ મકાનને પચાવી પાડવા સબબ ઓખા મરીન પોલીસે નવીનગરી વિસ્તારના ઈસ્માઈલ મુસાભાઈ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.