Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકામાં રઘુવંશી સદગૃહસ્થની કિંમતી જમીન પચાવી પાડવા સબબ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

દ્વારકામાં રઘુવંશી સદગૃહસ્થની કિંમતી જમીન પચાવી પાડવા સબબ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

- Advertisement -

દ્વારકા પંથકમાં રહેતા એક આસામીની વડીલોપાર્જીત મિલ્કતને ગેરકાયદેસર રીતે પચાવી પાડવા સબબ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ પ્રકરણ અંગે દ્વારકાના અંબુજા નગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ કાંતિભાઈ ચંદારાણા નામના 44 વર્ષના વેપારી યુવાન દ્વારા દ્વારકાના રહીશ મોહનદાસ રામદાસ ગોંડલીયા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ વર્ષ 2005ની સાલમાં એક આસામી પાસેથી ફરિયાદી પ્રકાશભાઈના પિતાએ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલી સિટી સરવે નંબર 2688, 2691 તથા 2692 પૈકીની કિંમતી જગ્યામાં અગાઉ ભાડુઆત તરીકે રહેતા શાંતાબેન રામદાસ ગોંડલીયા રહેતા હતા. જેઓ વર્ષ 2012માં અવસાન પામ્યા હતા, અને ત્યાર બાદ છેલ્લે તેમના પુત્ર મોહનદાસ રામદાસ ગોંડલીયા પરીવાર સાથે સરવે નંબર 2688 વાળી જગ્યામાં રહેવા આવી ગયા હતા. આ જગ્યા પર તેની માલિકી ન હોવા ઉપરાંત અગાઉ તેઓ કેસ હારી ગયા હોવા છતાં પણ આશરે રૂપિયા 50 લાખ જેટલી બજાર કિંમત ધરાવતી ઉપરોક્ત જગ્યા પર તેમના દ્વારા કબજો બરકરાર રાખી દબાણ કરવા અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવેલી લેન્ડ ગ્રેબિંગ ધારા હેઠળની ફરિયાદમાં તપાસ બાદ દ્વારકા પોલીસે મોહનદાસ રામદાસ ગોંડલીયા સામે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

આ વચ્ચે આરોપી મોહનદાસ ગોંડલીયા દ્વારા વર્ષ 2019 માં મેહુલ નામના એક આસામી ઉપર આ સંદર્ભે હુમલો કરવા સબબ તેની સામે આઈ.પી.સી. કલમ 307 મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણની તપાસ દ્વારકાના ડીવાયએસપી એસ.એચ. સારડા દ્વારા કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular