દેવભૂમિ દ્વારકાના ઓખા પીજીવીસીએલ સબ ડિવિઝનમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહેલા નરેન્દ્રસિંહ ધીરુભા વાઢેર નામના 35 વર્ષના અધિકારી તેમની ફરજ પર હતા ત્યારે દ્વારકા તાબેના ભીમરાણા ગામે રહેતા નરેશ માણેક નામના શખ્સ દ્વારા લાઈટ બિલ નહીં ભરવા બાબતે નરેન્દ્રસિંહ વાઢેર સાથે બોલાચાલી કરી, ઢીકાપાટુનો માર મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આરોપી નરેશ માણેક સામે આઈ.પી.સી. કલમ 332, 186 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.