Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરબે લાખના ચેક રિર્ટનની ફરિયાદ

બે લાખના ચેક રિર્ટનની ફરિયાદ

- Advertisement -

જામનગર જય રામજીભાઇ સાવલીયા પાસેથી રાજકોટના પટેલ એન્ટરપ્રાઇઝના માલિક છગનભાઇ દામજીભાઇ બુસાએ ધંધાના નિકાસ અર્થે રૂપિયા બે લાખ હાથ.છીના લીધા હતા જે રકમની પરત ચુકવણી મટે છગનભાઇ દ્વારા પોતાનો થી વેરાવળ મર્કેન્ટાઇલ કો-ઓપેરટીવ બેંક લિ. રાજકોટ શાખાનો બે લાખનો ચેક આપ્યો હતો. જે ચેક જય સાવલીયાએ પોતાના બેંક ખાતામાં ભરતાનાણાંના અભાવે ચેક પરત કરેલ જેથી જય સાવલિાયએ પોતાના વકીલ માફત સ્ટેચ્યુટરી નોટિસ આપેલ તેમ છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતચા જય રામજીભાઇ સાવલીયાએ જામનગર એડી. ચીફ જયુડી. મેજી. એ.ડી. રાવની અદાલતમાં ધી નેગોશિએલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબની ફરિયાદ દાખલ કરાં અદાલત દ્વારા પટેલ એન્ટરપ્રાઇઝના માલિક છગનભાઇ દામજીભાઇ બુસાને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરેલ છે. ફરિયાદી તરફે વકીલ નાથલાલ ઘી. ઘાડિયા, હિતેન એસ. અજુડીયા, પરેશ એસ. સભાયા, હિરેન સોનગરા, અર્પીત રૂપાપરા, રાકેશ સભાયા, પ્રિયેન મંગે, ગજેન્દ્રસિંહ ઝાલા રોકાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular