Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર ગ્રામ્ય વિસ્તારમાં લો-વોલ્ટેજની ફરિયાદ

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં લો-વોલ્ટેજની ફરિયાદ

જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધપક્ષના નેતા દ્વારા ઉર્જામંત્રી સહિતનાઓને રજૂઆત : દસ દિવસમાં ઉકેલ નહીં આવે તો લડતની ચિમકી

- Advertisement -

જામનગરના ફેસ-3 બીએસએસ ફિડરમાંથી અડાવા ફિડર, ડો. શાહ ફિડર, કનસુમરા ફિડર તથા આજુબાજુના ફિડરોમાં છેલ્લા એક અઠવાડીયાથી દિવસ દરમિયાન લાઇનના સમયે 66 કેવી પાવરના બદલે લો-વોલ્ટેજ આવે છે. જ્યારે 11કેવીમાંથી લો-વોલ્ટેજ થઇ 10 કેવી આવે છે. પીજીવીસીએલના અધિકારીઓને ફોન કરીને રજૂઆત કરેલ છે. જાણવા મળ્યું છે કે, 132 કેવી જે ઉપરથી વિજ પુરવઠો આપવામાં આવે છે. તેમાંથી જ 118 કેવી મળે છે. જેના પરિણામે તમામ વિસ્તારોમાં લો-વોલ્ટેજ થાય છે. એવો પીજીવીસીએલ દ્વારા જવાબમાં આપવામાં આવે છે. આ વિસ્તારમાં ખેડૂતો ખેતી કરતાં હોય છે. જેને લો-વોલ્ટેજથી નુકસાની વેઠવી પડે છે. તેમ જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધપક્ષના નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

છેલ્લા આઠથી 10 દિવસમાં લો-વોલ્ટેજનો પ્રશ્ર્ન થવાના કારણે આ વિસ્તારના ખેડૂતોની મોટરો મળી જાય છે, કેબલ બળી જાય છે અથવા સ્ટાર્ટર બળી જાય છે. ટીસીઓ બળી ગયાના બનાવો પણ બનતા હોય છે. જેથી ખેડૂતોને 50 વર્ષમાં આવું નુકસાન થયું નથી તેવું છેલ્લા અઠવાડીયામાં થયું છે. ખેડૂતો લાઇટ બિલની ચૂકવણી કરે છે. અજ્ઞાન ખેડૂતને ન્યાયપૂર્વક પુરતો પુરવઠો આપવાના બદલે લો-વોલ્ટેજ આપી ખેડૂતોને બરબાદ કરી રહ્યા છે.

આ ખેડૂતોને ન્યાય માટે સરકાર દ્વારા એક કમિટીની રચના કરી ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરાવી જવાબદારો સામે ખેડૂતોને ગેટકો કંપની સામે કડક પગલા લઇ વળતર ચૂકવવા આદેશ કરવો જોઇએ. સરકારનો દાવો છે કે, ખેડૂતોના ટીસી બળી જાય તો 24 કલાકમાં બદલી આપવામાં આવે છે. પરંતુ ટીસી બદલવા આઠ થી દસ દિવસ લાગે છે. આ અંગે જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધપક્ષના નેતા કાસમભાઇ ખફી દ્વારા ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇ, કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, જામનગર પીજીવીસીએલના એન્જિનિયરને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જો 10 દિવસમાં આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો જામનગર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને લઇ લડત કરવાની ચિમકી ઉચ્ચારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular