દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા પંકજભાઈ ઝીણાભાઈ સોલંકી નામના 42 વર્ષના વાલ્મિકી યુવાન સાથે કોઈ કારણોસર બોલાચાલી કરી, અને આ જ વિસ્તારમાં રહેતા પુનાભા વિરાભા સુમણિયા નામના હિન્દુ વાઘેર યુવાનએ પોતાના ઘરેથી પાવડો લઈ આવી પંકજભાઈને મારીને મૂઢ ઈજાઓ કર્યાની તથા જાહેર રસ્તા પર બિભત્સ ગાળો કાઢી નાખતી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 294 (ખ), 504 તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ અહીંના એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.