જામનગર જિલ્લાના જોગવડ ગામમાં રહેતી પરિણીતાએ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકના પિતાએ તેના જમાઇ વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના જોગવડ ગામમાં રામદૂતનગરમાં ઓરડીમાં રહેતી રીતુ મનોજકુમાર લહેરે (ઉ.વ.18) નામની યુવતીને તેણીના પતિ મનોજકુમાર દ્વારા અવાર-નવાર હેરાન પરેશાન કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાથી મરી જવા મજબુર થઈ જતા યુવતીએ તેણીના ઘરે ગત તા.12 ના રોજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પીએસઆઈ બી. બી. કોડીયાતર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી. દરમિયાન યુવતીના પિતા સુમેરસીંગ ખેદુરામ ભારદ્વાજ દ્વારા તેના જમાઇ મનોજકુમાર વિરૂધ્ધ મરી જવા મજબુરની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મેઘપર પીએસઆઈ દ્વારા ગુનો નોંધી મૃતકના પતિની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.