જામનગર શહેરમાં ટીટોડીની વાડી વિસ્તારમાં રહેતી મહિલાને તેણીના પતિ અને સાસુ-સસરા દ્વારા લગ્ન જીવન દરમ્યાન અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપી ગર્ભવતી થતાં ઘરમાંથી કાઢી મુકયા અંગેની નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ખોજાનાકા બહાર આવેલાં ટીટોડી વાડી વિસ્તારમાં રહેતાં આતિકાબેન મેતર નામની મહિલાને તેણીના લગ્ન જીવનના ત્રણ માસ દરમ્યાન પતી મુસ્તકિમ સતાર મેતર, સસરા સતાર મુસા મેતર અને સાસુ જમીલાબેન સતાર મેતર નામના ત્રણ વ્યકિતઓએ શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં અને લગ્ન જીવન દરમ્યાન ગર્ભવતી થતાં આતિકાબેનને ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે મહિલા દ્વારા જાણ કરતાં હેકો.એસ.બી.નીનામા તથા સ્ટાફે પતિ અને સાસુ-સસરા સહિતના સાસરિયાઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.