પડાણા સીમમાં પ્લોટમાં ઘૂસી પ્લોટની ફરતેના સિમેન્ટના પોલ તોડી પ્લોટમાં ખેડાણ કરી માટી ઉપાડી નાખ્યાની બે શખ્સ વિરૂઘ્ધ મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા બે શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગત મુજબ જામનગરમાં ડીવાઈન 3 ફલેટ નંબર 201, શ્રીજી હોલ પાસે, શેરી નંબર 1માં શિવમ્ પાર્કમાં રહેતા સંજયભાઇ થોભણદાસ સીતાપરા નામના આસામીએ મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, પડાણા સીમમાં આવેલ તેમના પ્લોટમાં ફરતે લગાવેલા સિમેન્ટના પોલ બે શખ્સએ ઉખેડી નાખ્યા હતા અને પ્લોટમાં ઘૂસી ટ્રેકટરથી ખેડી નાખી જેસીબીથી માટી ઉપાડી નુકશાન પહોંચાડયું હતું. આ અંગે સંજયભાઇ દ્વારા ઇન્દ્રજિતસિંહ વિજયસિંહ ભટ્ટી અને ભગીરથસિંહ ભૂપતસિંહ કંચવા વિરૂઘ્ધ મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.


