Sunday, December 22, 2024
Homeરાજ્યવાડીનારના પૂર્વ સરપંચને સામાજિક રીતે બદનામ કરી, મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ

વાડીનારના પૂર્વ સરપંચને સામાજિક રીતે બદનામ કરી, મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે એક મસ્જિદની બાજુમાં રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા કાસમભાઈ આદમભાઈ ચામડિયા નામના 58 વર્ષના મુસ્લિમ વાઘેર આધેડ કે જેઓ વર્ષ 2012 થી 2016 દરમિયાન વાડીનાર ગામે સરપંચ તરીકે રહી ચૂક્યા હતા, હાલ વાડીનારના તત્કાલીન મહિલા સરપંચ તથા પતિ સામે એસીબી દ્વારા કરવામાં આવેલા કેસ સંદર્ભે તેઓને સસ્પેન્ડ કરાયા બાદ ડોક્ટર અબ્બાસના ભાઈ દ્વારા ફરિયાદી કાસમભાઈ પ્રત્યે મનદુઃખ રાખી, તેના દ્વારા વોટ્સએપ અને ફેસબુકના સ્ટેટસમાં વિવિધ પ્રકારના લખાણો પોસ્ટ કરી તેમને ગર્ભિત ધમકી આપવામાં આવતી હતી.

- Advertisement -

આ અંગેની પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ થોડા સમય પૂર્વે સાઉદીયા ખાતે રહેતા મામદ નામના એક શખ્સ દ્વારા પોતાની ફેસબુક આઈડીમાં બે માજી સરપંચને છોકરા વગરના કરી દેશું તેવી પોસ્ટ મૂકી અને ફરિયાદી કાસમભાઈ વિરુદ્ધ શબ્દો લખેલા હતા.

આટલું જ નહી, ગત તારીખ 19 ઓગસ્ટના રોજ સમીર નામના એક શખ્સ દ્વારા તેની આઈડી પરથી “આ છે સુવર ઓફ વાડીનાર”- તેમ લખી ફરિયાદી કાસમભાઈ વિગેરેના ફોટા પોસ્ટ કરવામાં આવ્યા હતા. આવા હરામીઓથી ચેતજો મારા વાલા- તેમ લખી, અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી પૂર્વ સરપંચની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

ફરિયાદી તથા ડોક્ટર અબ્બાસ વચ્ચે અગાઉ જૂના મનદુઃખ હોવા વચ્ચે ડો. અબ્બાસના ભાઈ મામદભાઈએ ફેસબૂક પર ગર્ભિત ધમકી આપેલ હોય અને તાજેતરમાં સમીર નામના એક શખ્સ દ્વારા તેની આઈડી મારફતે ફરિયાદીની પ્રતિષ્ઠા ખરાબ થાય તેવી પોસ્ટ મૂકવા ઉપરાંત તેમને તથા તેમના પુત્રોને જાનથી મારી નાખવામાં આવશે તેવો ભય કરતી પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

આ સંદર્ભે વાડીનાર મરીન પોલીસે આઈપીસી કલમ 507, 506 (2) તથા 504 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular