Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરૂપિયા 2 લાખના ચેક રિર્ટનની ફરિયાદ

રૂપિયા 2 લાખના ચેક રિર્ટનની ફરિયાદ

- Advertisement -

જામનગર મુકામે રહેતા ગીતાબા બકુલેશ જાડેજા પાસેથી હંસાબેન અલ્કેશભાઇ કોટડીયા દ્વારા અંગત જરુરીયાત અર્થે નાણાની જરુરીયાત ઉભી થતાં સંબંધદાવે હાથઉછીના રૂા. 2,00,000 લીધા હતાં. જે રકમની પરત ચૂકવણી માટે હંસાબેન અલ્પેશભાઇ કોટડીયા દ્વારા ગીતાબા બકુલેશ જાડેજાના નામનો બેંક ઓફ બરોડા, ફેસ-3, દરેડ શાખા, જામનગરનો રૂા. 2 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક ફરિયાદી દ્વારા પોતાના ધી નવાનગર કો. ઓપરેટીવ બેંક લિ., ઉદ્યોગનગર શાખા, જામનગરના બેંક ખાતામાં ક્લિયરીંગ માટે રજૂ કરતાં નાણાના અભાવે પરત ફરતા ગીતાબા જાડેજાએ પોતાના વકીલ મારફત હંસાબેન અલ્કેશભાઇ કોટડીયાને નોટીસ મોકલી હતી. નોટીસ મળી જવા છતાં આરોપી દ્વારા ચેક મુજબની રકમ નહીં ચૂકવતા ગીતાબા બકુલેશ જાડેજા દ્વારા જામનગરની અદાલતમાં હંસાબેન સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ ફરિયાદ દાખલ કરી છે.

- Advertisement -

આ કેસમાં ફરિયાદી તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, હિતેન એસ. અજુડીયા, પરેશ એસ. સભાયા, રવિન્દ્ર કે. દવે, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, હસમુખ એમ. મોલીયા, પ્રિયેન કે. મંગે તથા ગજેન્દ્રસિંહ જે. ઝાલા, અર્પિત એમ. રૂપાપરા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular