Friday, November 22, 2024
Homeરાજ્યરાવલ નગરપાલિકામાં દબંગાઈ કરતા કોર્પોરેટરના પુત્ર સામે એટ્રોસિટી સહિતની ફરિયાદ

રાવલ નગરપાલિકામાં દબંગાઈ કરતા કોર્પોરેટરના પુત્ર સામે એટ્રોસિટી સહિતની ફરિયાદ

અપમાનિત કરાતા પાલિકાના કર્મચારીએ નોંધાવી ફરિયાદ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની નગર પાલિકાના કર્મચારીને કામ બાબતે બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા સબબ મહિલા કોર્પોરેટરના પુત્ર સામે એટ્રોસિટી એક્ટ અન્વયે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના રહીશ દિલીપભાઈ છગનભાઈ પરમાર નામના 53 વર્ષીય કર્મચારીએ રાવલ ગામે રહેતા રાણા ઉર્ફે વડી જમોડ કોળી નામના યુવાન સામે કલ્યાણપુર પોલીસ મથકમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર્ર પ્રકરણ અંગે પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ રાવલ નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં ફરજ બજાવતા દિલીપભાઈ પરમારને થોડા સમય પૂર્વે એક આસામીનો રહેવાસી અંગેનો દાખલો કાઢી આપવા માટે રાણા ઉર્ફે વડી જમોડએ જણાવ્યું હતું. જે સંદર્ભે અરજદારને તેમણે જરૂરી કાગળો લઇ આવવાનું કહ્યું હતું. આ બાબતનો ખાર રાખી, સોમવારે સાંજે ફરિયાદી દિલીપભાઈ તેમની ફરજ પર હતા, ત્યારે આ સ્થળે ધસી આવેલા રાણા ઉર્ફે વડી જમોડએ દિલીપભાઈ પાસે આવીને કહે કે ‘તમે શું કામ મેં કીધેલું કામ કરી નથી આપતા?’- તેમ કહી, દિલીપભાઈને જાહેરમાં બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. એટલું જ નહીં, આરોપીએ દિલીપભાઈના ગાલ ઉપર થપ્પડ ઝીંકી, ચાલુ ફરજમાં હુમલો કર્યો હોવાનું વધુમાં જાહેર થયું છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે દિલીપભાઈ પરમારની ફરિયાદ ઉપરથી રાણા જમોડ સામે આઈ.પી.સી. કલમ 332, 323, 504, 294(ખ) તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ એસ.સી.-એસ.ટી. વિભાગના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે. આરોપી શખ્સ ભાજપના મહિલા કોર્પોરેટરનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી, આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular