Saturday, January 11, 2025
Homeરાજ્યહાલારનંદાણાના મહિલાની કિંમતી જમીન પચાવી પાડવા સબબ ફરિયાદ

નંદાણાના મહિલાની કિંમતી જમીન પચાવી પાડવા સબબ ફરિયાદ

લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ કાર્યવાહી: આરોપીની ધરપકડ

- Advertisement -

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા મહિલાએ થોડા સમય અગાઉ ખેતીની જમીન ખરીદ કરી હતી. આ જમીનમાં નંદાણા ગામના એક શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી વાવેતર કરી નાખ્યું હતું. જમીન ખાલી કરવાનું કહેતા મહિલાના પતિને પતાવી દેવાની ધમકી પણ આપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા કંચનબેન કમલેશભાઈ જમનાદાસભાઈ દાવડા નામના 42 વર્ષના મહિલાએ થોડા સમય પૂર્વે એક આસામી પાસેથી નંદાણા ગામના રેવન્યુ સર્વે નંબર 578 પૈકી 1 તથા જુના રેવન્યુ સર્વે નંબર 410 પૈકી 1 વાળી 1-94-24 હેક્ટરની આશરે બારેક વીઘા જેટલી જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી.

ત્યાર પછી આ જ ગામના વિકમશી ધરણાત ચાવડા નામના 49 વર્ષના શખ્સ દ્વારા આ જમીનમાં પોતાની રીતે વાવેતર કરી અને જમીનનો ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો હતો. આ જમીનનો કબજો ખાલી કરવા માટે ફરિયાદીના પતિ દ્વારા અવારનવાર કહેવામાં આવવા છતાં આરોપી શખ્સ દ્વારા આ જમીનનો કબજો બરકરાર રાખવામાં આવ્યો હતો. આટલું જ નહીં આરોપી શખ્સ દ્વારા ફરિયાદી કંચનબેનના પતિ કમલેશભાઈને જો તેઓ આ જમીનમાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આશરે રૂપિયા ત્રીસ લાખ જેટલી બજાર કિંમત ધરાવતી આ ખેતીની જમીન અનધિકૃત રીતે ઉપભોગ કરી અને વાવેતર કરી, પચાવી પાડવા સબબ કલ્યાણપુર પોલીસે કંચનબેન કમલેશભાઈ દાવડાની ફરિયાદ પરથી વિકમશી ધરણાત ચાવડા (ઉ.વ. 49) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ તેમજ આઈ.પી.સી. કલમ 506 (2) મુજબ ગુનો નોંધી, આરોપી શખ્સની અટકાયત કરી, આગળની તપાસ અહીંના ડી.વાય.એસ.પી. એમ.એમ. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular