Thursday, January 29, 2026
Homeરાજ્યજામનગરજામનગરની પોલીસ ભરતી પરિક્ષાની દોડમાં ગેરરીતી આચરનાર બે વિરૂઘ્ધ ફરિયાદ

જામનગરની પોલીસ ભરતી પરિક્ષાની દોડમાં ગેરરીતી આચરનાર બે વિરૂઘ્ધ ફરિયાદ

આરએફઆઇડી ચીપ કાઢીને બીજા ઉમેદવારમાં લગાડી : બન્ને ઉમેદવારો વિરૂઘ્ધ જામનગર પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી : એસપી દ્વારા કડક ચેકિંગની સૂચના : ગોંડલના બે શખ્સો વિરૂઘ્ધ કાર્યવાહી

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ પોલીસ પરિક્ષાની તૈયારીઓ અને કામગીરી જિલ્લા મથકે ચાલી રહી છે. ત્યારે જામનગરમાં આ પોલીસ પરિક્ષામાં રનિંગ પરિક્ષા માટેની ચીપ ઉમેદવારે અન્ય ઉમેદવારને આપી પરિક્ષામાં છેતરપિંડી કર્યાના બનાવમાં પોલીસે એસઆરપીના જવાન સહિત બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ પરિક્ષાની તૈયારીઓ જિલ્લા મથકે ચાલી રહી છે. જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગત્ તા. 23ના રોજ યોજાયેલી પરિક્ષા દરમ્યાન દોડની કસોટી દરમ્યાન ઉમેદવાર ચેસ્ટ નંબર 563ના અર્જૂનસિંહ સુખુભા જાડેજા (બેઠક ક્રમાંક 10373443)ની નોકરી હથિયારધારી કોન્સ્ટેબલ બકલ નંબર 944, મૂળ મહેકમ એસઆરપી ગૃપ નંબર આઠ, ગોંડલ (રહે. બેટાવડ, તા. ગોંડલ, જિ. રાજકોટ) નામના ઉમેદવારે તેના પગે આરએફઆઇડી ચીપ લગાડી રનિંગ પરિક્ષા આપવાની હતી. તેના બદલે તેના બન્ને પગે લગાડેલી બન્ને ચીપો કોઇપણ રીતે તોડીને ખોલી નાખી હતી. તેની સાથે રહેલા તેના ગામના ચેસ્ટ નંબર 564 વાળા ઉમેદવાર શિવભદ્રસિંહ દશરથસિંહ જાડેજા (રહે. બેટાવડ, તા. ગોંડલ, જિ. રાજકોટ) નામના ઉમેદવાર બેઠક ક્રમાંક 10372875 વાળાને આપી દઇ અને શિવભદ્રસિંહ આ ચીપો લઇ રનિંગ કસોટી આપી હતી.

બન્ને શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી પોલીસ ભરતી બોર્ડની પરિક્ષામાં બોર્ડ સાથે છેતરપિંડી અને ગેરરીતિ આચરી હતી. આ અંગેની જાણ થતાં પીઆઇ જે. વી. સોઢા તથા સ્ટાફે બન્ને શખ્સો વિરૂઘ્ધ ગેરરીતિનો ગુનો નોંધી આગળની તપાસ પીઆઇ પી. પી. ઝા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ ભરતી પરિક્ષામાં ગોંડલના બે શખ્સો દ્વારા પરિક્ષા માટે આચરેલી ગેરરીતિ બહાર આવતા દરેક ઉમેદવાર માટેની તપાસ પણ વધુ ઘનિષ્ઠ બની ગઇ છે. જામનગરમાં બનેલી ઘટનામાં આગામી પરિક્ષામાં પણ કોઇ ગેરરીતિ ન આચરે તે માટે પૂર્વ તકેદારી લેવા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ કડક સૂચના આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular