- Advertisement -
દ્વારકા તાલુકાના ટુપણી ગામે રહેતા દેવાતભાઈ અરજણભાઈ ચાવડા નામના 64 વર્ષના એક આસામીની પશુપાલન ભેંસ અંગેની લોન મંજુર થતા તેઓ બેંક ઓફ બરોડામાંથી રૂપિયા 104,200 ની રકમ ઉપાડી અને એક કપડાની થેલીમાં નાખીને પોતાના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા જ્યાં તેઓ રસ્તામાં ત્રણ બત્તી ચોક વિસ્તારમાં પોતાની મોટરસાયકલ પાર્કિગમાં રાખી અને સોપારી લેવા માટે જતા તેમના મોટરસાયકલમાં રાખવામાં આવેલી થેલીને આસપાસ શંકાસ્પદ એવા અજાણ્યા ત્રણ શખ્સોના આટા-ફેરા વચ્ચે મોટરસાયકલમાંથી રોકડ રકમ તથા આધાર કાર્ડ સાથેની આ થેલીની ચોરી થઈ જવા પામી હતી.
આથી દ્વારકા પોલીસે દેવાતભાઈ ચાવડાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
- Advertisement -