ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામે રહેતા મહાવીરસિંહ શિવુભા જાડેજા નામના ચાલીસ વર્ષના ગરાસિયા યુવાન ઉપર લોખંડની કોષ તથા લોખંડના પાઇપ પડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢીને ઈજાઓ કરવા સબબ આ જ ગામના અનોપસિંહ ગુલાબસિંહ જાડેજા અને ઘનશ્યામસિંહ ગુલાબસિંહ જાડેજા નામના બે શખ્સો સામે ધોરણસરની નોંધાવવામાં આવી છે.
ફરિયાદી મહાવિરસિંહે તેમના દાદા લખુભાના પડતર મકાનનો નકામો કચરો સળગાવતાના આરોપીઓના જુના મકાનના લાકડા સળગી ગયા હતા. તેનો ખાર રાખી આરોપી શખ્સોએ ફરિયાદી મહાવીરસિંહના ઘરે અપપ્રવેશ કરી, હુમલો કર્યાની તથા જયાબાને હાથમા ફ્રેકચર સહિતની ઈજાઓ કરવામાં આવ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 447, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.