ભાણવડ તાલુકાના ઢેબર ગામમાં રહેતાં યુવાન ઉપર હાથ ઉછીના પૈસાની માંગણી કરતા બે શખ્સોએ લાકડી અને કુહાડા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા મુરુભાઈ દુદાભાઈ બલવા નામના 40 વર્ષના યુવાને થોડા સમય પૂર્વે કાના ખીમા બલવા અને ખીમા ગોવિંદ બલવા નામના શખ્સોને રૂપિયા 15,000 હાથ ઉછીના આપ્યા હોય, જેની જરૂરત હોવાથી ફરિયાદી મુરુભાઈએ આરોપીઓ પાસે રકમ પરત માંગતા આરોપીઓએ મુરુભાઈને પોતાના ઘરે બોલાવી, માર્ગમાં તેમના ઉપર લાકડી તથા કુહાડા વડે હુમલો કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે ભાણવડ પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી કલમ 323, 324, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.