Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા નજીક સર્જાયેલા અકસ્માતમાં કોલસા ભરેલા ટ્રેલર ચાલક સામે ફરિયાદ

ખંભાળિયા નજીક સર્જાયેલા અકસ્માતમાં કોલસા ભરેલા ટ્રેલર ચાલક સામે ફરિયાદ

મંગળવારે અકસ્માતમાં વીજશોકના કારણે સિમેન્ટ ભરેલો ટ્રક સળગી ગયો હતો

- Advertisement -

ખંભાળિયા નજીકના હાઈ-વે પર મંગળવારે સવારે એક ટ્રક તથા ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં સિમેન્ટ ભરેલો ટ્રક સંપૂર્ણપણે સળગી જતા આ અંગે ટ્રક ચાલક દ્વારા ગફલત કેળવવા સબબ ટ્રેલર ચાલક સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા-જામનગર હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી પસાર થતાં જીજે-10-ટીટી-6567 નંબરના સિમેન્ટની 500 બોરી ભરેલા એક ટ્રક સાથે પૂર ઝડપે અને બેફિકરાઈ પૂર્વક આવી રહેલા જીજે-11-ટીટી-5959 નંબરના ટ્રકના ચાલકે ઓવર બ્રીજની બન્નેની સાઈડમાં જોયા વગર રોડ પર પોતાનું વાહન ચડાવી દેતા સિમેન્ટ ભરેલા 6567 નંબરના ટ્રક સાથે અથડાયો હતો. જેથી ફરિયાદી સંજયભાઈ નરશીભાઈ જમોડ (ઉ.વ. 40, રહે. રાવલ, તા. કલ્યાણપુર) ના ઉપરોક્ત ટ્રક રોડની સાઇડમાંથી પસાર થતી પીજીવીસીએલની લાઇનના ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાયો હતો. જેના કારણે ઇલેક્ટ્રિક તાર સિમેન્ટ ભરેલા ટ્રક ઉપર પડતા શોર્ટ સર્કિટ લાગવાનાં કારણે ટ્રક સંપૂણપણે સળગી ગયો હતો.

આ આગના કારણે ટ્રકમાં રૂા.10 લાખની નુકશાની થવા તથા 1.20 લાખની સિમેન્ટની બોરી સળગી જવા ઉપરાંત ઇલેક્ટ્રીક પોલને પણ નુકસાની થવા પામી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે સિમેન્ટ ભરેલી ટ્રકના ચાલક સંજયભાઈ જમોડની ફરિયાદ પરથી જીજે-11-ટીટી-5959 નંબરના ટ્રેલર ચાલક સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular