Sunday, December 22, 2024
Homeરાજ્યવિજપોલ કામગીરીમાં કેનેડી ગામના ત્રણ શખ્સો સામે ફરિયાદ

વિજપોલ કામગીરીમાં કેનેડી ગામના ત્રણ શખ્સો સામે ફરિયાદ

અડચણરૂપ થતા શખ્સોએ નુકસાન પહોંચાડયું : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જેટકોના વીજપોલ ઉભા કરવાનું કામ સંભાળતી કંપનીની કામગીરીમાં અડચણરૂપ બનતા જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોના શખ્સો સામે નિયમ મુજબ અવિરત રીતે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કલ્યાણપુર પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ તમિલનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લાના મૂળ વતની અને હાલ જામનગર ખાતે રહેતા એલએન્ડટી કંપનીના પ્રોજેક્ટ મેનેજર પ્રભાકરન લક્ષ્મન પિલ્લાઈ (ઉ.વ. 31) દ્વારા કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પરેશ રણમલ ડાભી, હરીશ શામજી ડાભી અને ફોગા રામજી ડાભી નામના ત્રણ શખ્સો સામે નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી પરેશ રણમલની કબજા ભોગવટાની માલિકીની કેનેડી ગામમાં આવેલી રેવન્યુ સર્વે નંબર 70 વાળી જમીનમાં જેટકો કંપનીની 400 કે.વી. ડી.સી. વિજલાઈનનો ટાવર આવતો હોવાથી તેને સરકારના નિયમ મુજબનું વળતર નહીં સ્વીકારીને ગેરકાયદેસર રીતે વધુ વળતરની માગણી કરી, આ ત્રણેય આરોપીઓએ વીજ કંપનીના દ્વારા ટાવર ઉભો ન કરી શકે તે માટે ઇરાદાપૂર્વક ઊભા કરેલા વીજટાવરના પાયાના સપોર્ટ માટે બાંધેલા તાણીયા છોડી નાખી અને સરકારની જેટકો વીજ કંપનીને આશરે પાંચ લાખ જેટલું નુકસાન કર્યાનું જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 385, 427, 114 તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ અને ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular