Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયાની સગીરાના અપહરણમાં આથમણા બારાના શખ્સ સામે ફરિયાદ

ખંભાળિયાની સગીરાના અપહરણમાં આથમણા બારાના શખ્સ સામે ફરિયાદ

ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામમાં રહેતી તરૂણીનું તેના જ ગામમાં રહેતો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી નાશી ગયેલા શખ્સ અને તરૂણીની શોધખોળ આરંભી હતી.

આ બનાવની વિગત મુજબ, ખંભાળિયા નજીકના આથામણા બારા ગામે રહેતા એક યુવાનની આશરે 15 વર્ષની સગીર વયની પુત્રીને આથમણા બારા ગામના રહીશ એવા શક્તિસિંહ અજીતસિંહ જાડેજા નામનો શખસ થોડા દિવસ પૂર્વે લલચાવી- ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતા દ્વારા સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular