જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહેતાં શખ્સે લગાડેલી લોખંડની કાટાળી વાડમાં ઈલેકટ્રીક શોક લાગતા યુવતીનું મોત નિપજ્યાનું બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહેતાં ગીતાબેન રવિભાઈ સુરેલા નામની યુવતી ગત તા.13 ના રોજ સવારે 6:30 વાગ્યાના અરસામાં કેશુ સવા સગર નામના શખ્સે લગાડેલી લોખંડની કાટાળી વાડમાં અડી જતાં ગીતાબેનને વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જતાં યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પતિ રવિ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વાય.આર. જોષી તથા સ્ટાફે કેશુ સગર વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.