Tuesday, December 24, 2024
Homeરાજ્યદ્વારકામાં ઝુલુસ સમયે અડચણ ઊભી કરવા સબબ સાત શખ્સો સામે ફરિયાદ

દ્વારકામાં ઝુલુસ સમયે અડચણ ઊભી કરવા સબબ સાત શખ્સો સામે ફરિયાદ

- Advertisement -

દ્વારકામાં ગત સાંજે મુસ્લિમ સમાજના દુલદુલના સમયે વિક્ષેપ કરતા સાત શખ્સો સામે રાયોટિંગની કલમ સહિતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ આજરોજ મહોરમના તહેવારો પૂર્વે ગત રાત્રે તાજીયાઓ પડમાં આવતા દ્વારકાના ભથાણ ચોક તથા આંબેડકર ચોક પાસે મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમને અનુલક્ષીને દુલદુલના જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે જુલુસના રૂટ પર ઘાસચારો તથા ખોળ નાખી આ વિસ્તારમાં ગાયો એકત્ર કરવામાં આવી હતી. આ કૃત્યમાં નિલેશભા સાદુરભા સુમણીયા, સુનિલભા કાનાભા માણેક, રાજભા દેવુભા માણેક, સાવજાભા જીમલભા સુમણીયા, મનોજભા વસ્તાભા હાથલ, હેમતભા સત્યાભા માણેક અને સોમભા કાયાભા માણેક નામના શખ્સોએ ગેરકાયદેસર રીતે એકત્ર થઈ જુલુસના રૂટ ઉપર ઉભા રહી અને ઉશ્કેરણીજનક સૂત્રોચાર કરી, ધાર્મિક વિધિ અટકાવવાની તૈયારી કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

આ પ્રકરણમાં દ્વારકાના પી.આઈ. પી.એ. પરમારએ ફરિયાદી બની, ઉપરોક્ત શખ્સો સામે આઈ.પી.સી. કલમ 143, 149, 268, 296, 116 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular