Saturday, December 6, 2025
Homeરાજ્યરાવલની યુવતી વિશે સોશિયલ મીડિયામાં બિભત્સ લખાણ વાયરલ કરવા સબબ યુવાન સામે...

રાવલની યુવતી વિશે સોશિયલ મીડિયામાં બિભત્સ લખાણ વાયરલ કરવા સબબ યુવાન સામે ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની મૂળ વતની એવી 23 વર્ષીય યુવતી વિશે પોતાની ઓળખ છુપાવી અને છેલ્લા સાતેક માસ દરમિયાન બોગસ આઈ-ડી મારફતે અશોભનીય અને બિભત્સ લખાણ વાયરલ કરવામાં આવતું હતું. જે સંદર્ભે સામાજિક રીતે બદનામ કરવા બદલ યુવતીની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આઈ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના રહીશ મેહુલ ભીમાભાઈ જાદવ નામના યુવાન સામે ધોરણસર ગુનો નોંધ્યો છે. આ પ્રકરણની આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. બી.એચ. ટાટામીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular