Sunday, December 22, 2024
Homeરાજ્યકાલાવડમાં યુવાન અને તેના પરિવારને માર મારવાના પ્રકરણમાં પોલીસ કર્મીઓ વિરૂધ્ધ ફરિયાદ

કાલાવડમાં યુવાન અને તેના પરિવારને માર મારવાના પ્રકરણમાં પોલીસ કર્મીઓ વિરૂધ્ધ ફરિયાદ

છ વર્ષ અગાઉ સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવવાનું પ્રકરણ: યુવાને સ્ટે મેળવ્યો છતા પોલીસ ઉપાડી ગઈ : માર મારી ઈલેકટ્રીક શોક આપ્યો

- Advertisement -

કાલાવડમાં રહેતા અને વકીલાતનો અભ્યાસ કરતા યુવાનને સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવવાના પ્રકરણમાં પોલીસે અટકાયત કરી યુવાન અને તેના પરિવારજનોને માર માર્યાની છ વર્ષ પહેલાં થયેલી ઘટનામાં કાલાવડ અને પંચ એ પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસકર્મીઓ વિરૂધ્ધ ગુનો નોંધવાનો અદાલત દ્વારા આદેશ કરવામાં આવતા પોલીસબેડામાં ચકચાર જાગી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડમાં રહેતા અને વકીલાતનો અભ્યાસ કરતા અફઝલ તૈયબભાઈ દોઢીયા નામનો યુવાનને ગત તા.12/9/2015 ના દિવસે જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન તેણે જુદા જુદા 12 પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાને 10/9/2015 ના રોજ કાલાવડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બાંટવા, પોલીસ કોન્સ્ટેબલ ગૌતમ મકવાણા, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ વગેરે દોઢ વાગ્યે તેના ઘરેથી જગાડી પત્ની તથા માતા-પિતાની હાજરીમાં ગાળો કાઢી મારકૂટ કરી હતી અને 50 હજાર રૂપિયાની માગણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત પોતાને અને પોતાના પરિવારને માર મારી સૌપ્રથમ કાલાવડ પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં અને ત્યાંથી રાત્રિના કાલાવડના માટલી ગામે લઇ જઈ જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસના પીએસઆઈ ચૌધરી અને સ્ટાફને સોંપી આપ્યો હતો. ત્યાં પચાસ હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી જે રૂપિયા આપવાની ના પાડતા પીએસઆઈ ચૌધરીની ચેમ્બરમાં અફઝલના બન્ને હાથ પાછળ હાથકડીથી બાંધી ઈલેકટ્રીક શોક આપી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો ઉપરાંત ગુપ્તભાગમાં પણ ઇલેકટ્રીક શોક આપ્યા હતાં.

તે અંગેની મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ પરથી અદાલત દ્વારા ફરિયાદીનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ફરિયાદ પરથી કોર્ટ તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે તપાસના કામે અફઝલભાઈ તેના પિતા તૈયબભાઇ, પત્ની શકીનાબેન, માતા રહેમતબેન તેમજ જી.જી.હોસ્પિટલના તબીબ વગેરેના નિવેદન નોંધવામાં આવ્યા હતાં જે નિવેદનો પછી અને ફરિયાદમાં કાલાવડ પોલીસ સ્ટેશનના પીએઅસાઈ બાટવા, પોલીસ કોન્સ્ટેબલ ગૌતમ મકવાણા, સ્ટાફના શૈલેન્દ્રસિંહ, અશોકભાઇ, પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઇ, પંચકોશી એ ડિવિઝનના પોલીસ કર્મચારી દિગુભા, ડ્રાઈવર જાનીભાઈ, પીએસઆઇ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ, રાઈટર ભીખાભાઈ તથા હાલ ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા નિવૃત્ત પોલીસ કર્મચારી વશરામભાઈ આહિર વગેરે સામે આઈપીસી કલમ 323, 330, 384, 504 અને 114 મુજબના ગુના સબબનો કેસ નોંધવામાં હુકમ એડીશનલ ચીફ સેક્રેટરી પી.કે. જ્ઞાનચંદાની દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

વર્ષ 2015 માં કાલાવડમાં સોશિયલ મીડિયા પર ધાર્મિક ઉશ્કેરણીજનક પોસ્ટ કર્યાના બનાવમાં એક ટોળાએ એક યુવકને માર માર્યો હતો. એમાં અફઝલ પણ આરોપી હતો. જો કે, તેણે ધરપકડ પર સ્ટે મેળવ્યો હતો. આમ છતાં પોલીસ તેને ઉઠાવી ગઈ હતી. બાદમાં પંચકોષી પોલીસ મથકના ગુનામાં તેની અટકાયત બતાવી ટોર્ચર પર ઢાંકપિછોડનો પોલીસે પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular