દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતી યુવતીના ઘરે તેના જ વિસ્તારનો શખ્સ એક વર્ષના સમય દરમિયાન અવાર-નવાર આવી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતો હતો. આ બનાવ સંદર્ભે આખરે શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બનાવની વિગત મુજબ, ઓખા વિસ્તારમાં રહેતી અને મૂળ દ્વારકાના રૂપેણ બંદર ખાતે રહેતી 21 વર્ષની એક પરિણીત યુવતી સાથે છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન રૂપેણબંદર વિસ્તારમાં રહેતા જુમા ઈબ્રાહીમ ઉર્ફે નાનાભાઈ ભેંસલીયા નામના શખ્સ દ્વારા તેણીના રહેણાંક મકાને જઈ તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ આચરતા અંગે યુવતીની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસ મથકમાં જુમા ઈબ્રાહીમ ભેંસલીયા સામે આઈ.પી.સી. કલમ 376 તથા 447 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.