દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં હાલ રહેતી અને દેવુભા લાલાભા માણેકની 22 વર્ષની પરિણીત પુત્રી સુનાબેન ઉર્ફે સોનલબેન મુરૂભા જામને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ મુરુભા સોમાભા જામ, સસરા સોમાભા સુરાભા જામ અને સાસુ જેતઈબેન દ્વારા અવારનવાર મેણાં ટોણા મારી, શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપવામાં આવતો હતો.
એટલું જ નહીં ફરિયાદી સોનલબેનને તેણીના પતિ મેરુભાએ બેફામ માર મારી એક લાખના દહેજની માંગણી કર્યાની તથા તેણીના ભાઈ સાહેદ અમરસંગને પણ બેફામ માર્યાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. પોલીસ આઈપીસી કલમ 498 (એ), 323, 504, 114 તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નહોતી આગળની કાર્યવાહી યાદ કરી છે.