જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં એક માસ પૂર્વે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત કોન્ટ્રાકટર દ્વારા હાથ ધરાયેલા ઝાડની ડાળીઓ કાપવાનું કામ કરતા યુવાનને વીજશોક લાગતા મોત નિપજ્યાના બનાવમાં મૃતકની પત્નીના નિવેદનના આધારે મહિલા કોન્ટ્રાકટર વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, હાલ ચોમાસાના આગમનની ત્ થઈ રહી છે. ત્યારે શહેર અને જિલ્લામાં તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત ગત તા.25 મે ના સાંજે દિ.પ્લોટ 58 માં આવેલા કલાસીસ નજીક રહેલુ ઝાડ કાપતી વેળાએ કરનભાઈ કમાભાઈ ડાભી (ઉ.વ.43) નામના યુવાનને વીજશોક લાગતા નીચે પટકાતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ દેવજીભાઈ દ્વારા કરવામાં આવતા હેકો એસ.એસ.દાતણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન આ મામલે મૃતકની પત્ની દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.કે. ગુસાઈ તથા સ્ટાફ મૃતક જે કોન્ટ્રાકટ હેઠળ કામ કરતો હતો તે સાંઈનાથ મેન પાવર સપ્લાયર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના માલિક નયનાબેન સંજય રાજપરા તથા બેદરકાર સુપરવાઈઝર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કોન્ટ્રાકટર મહિલા વિરૂધ્ધ બેદરકારી દાખવી બીજાની જિંદગી જોખમાઇ તે બનાવમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં યુવાનના મોત સંદર્ભે બેદરકાર કોન્ટ્રાકટર વિરૂધ્ધ ફરિયાદ
એક માસ પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરીમાં વીજશોકથી યુવાનનું મોત : કોન્ટ્રાકટર મહિલા વિરૂધ્ધ ગુનો નોેંધાયો