કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા મેરામણભાઈ કરણાભાઈ છુછર નામના 28 વર્ષના આહીર યુવાન વાડી વિસ્તારમાંથી જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં આ જ ગામના લખમણ રામભાઈ છુછર, દેવાત લખમણ છુછર, કાના લખમણ છુછર અને દેવશી ભીમાભાઈ ચાવડા નામના ચાર શખ્સોએ તેઓના અટકાવી, ‘અમારી સ્ત્રીઓ સામે કેમ જોયા કરે છે?’- તેમ કહીને ઝઘડો કર્યો હતો.આટલું જ નહીં, ફરિયાદી મેરામણભાઈને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારવામાં આવતા આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.