ભાણવડ તાબેના હાથલા ગામે હાલ રહેતી અને વાલાભાઈ સોમાભાઈ મગરાની પરિણીત પુત્રીને તેણીના લગ્ન જીવન દરમિયાન પોરબંદર ખાતે રહેતા તેના પતિ પિયુષ શાંતિલાલ ખરા, સસરા શાંતિલાલભાઈ તેમજ જેઠ મનોજભાઈ અને જેઠાણી નીતાબેન દ્વારા નાની-નાની વાતોમાં મેણાં-ટોણા મારી, મારકૂટ કર્યાની તથા ‘તું તારા પિતાના ઘરેથી એપલની આશરે રૂા.40,000 જેટલી કિંમતની ઘડિયાળ કેમ લાવેલ નથી?’- તેમ કહી, દહેજની માંગણી કરતા સાસરીયાઓના ત્રાસથી પરિણીતા છેલ્લા ઘણા સમયથી તેણીના પિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી.
આ સમગ્ર ત્રાસથી કંટાળી તેણીએ પોતાના પિતાના ઘરે પોતાના હાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવવા અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં પતિ સહિત ચારેય સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચારની કલમ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.