Saturday, January 17, 2026
Homeરાજ્યકોઠાવિસોત્રી ગામે પિતા-પુત્ર ઉપર હુમલો કરવા પાંચ શખ્સો સામે ફરિયાદ

કોઠાવિસોત્રી ગામે પિતા-પુત્ર ઉપર હુમલો કરવા પાંચ શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે રહેતા ટીડાભાઈ જેસાભાઈ કંડોરીયા નામના 58 વર્ષના આહિર વૃદ્ધના પુત્ર મેરામણને સામોર ગામે રહેતા પ્રવીણ માલદે નંદાણીયા અને એભા માલદે નંદાણીયા નામના બે શખ્સો સાથે અગાઉ રસ્તે ચાલવા બાબતે બોલાચાલી થઈ હોય તેઓએ મેરામણભાઈને બિભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

આથી મેરામણભાઈના પિતા ફરિયાદી ટીડાભાઈ કંડોરીયા તેઓને સમજાવવા જતા આ સ્થળે પ્રવીણ માલદે અને એભા માલદે સાથે રહેલા પરબત દેવશી નંદાણીયા, નારણ ભીખા નંદાણીયા અને રામ ડાડુ નંદાણીયા નામના કુલ પાંચ શખ્સોએ પિતા-પુત્રને બિભત્સ ગાળો કાઢી, લાકડી તથા પથ્થરના ઘા મારીને ઈજાઓ પહોંચાડતા આ સમગ્ર બનાવવા અંગે સલાયા મરીન પોલીસે ટીડાભાઈ કંડોરીયાની ફરિયાદ પરથી પાંચેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 324, 337, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular