Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારભાણવડમાં જમીન લખાવી અને વ્યાજ વસૂલ કરતા પિતા-પુત્ર સામે ફરિયાદ

ભાણવડમાં જમીન લખાવી અને વ્યાજ વસૂલ કરતા પિતા-પુત્ર સામે ફરિયાદ

- Advertisement -

ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા જીવનભાઈ લખમણભાઈ સોલંકી નામના 52 વર્ષના સગર આધેડ તેમજ તેમના ઘરના સભ્યોને માર મારવાની તથા હેરાન પરેશાન કરવાની ધમકી આપી તેમની માલિકીની ખેતીની જમીન આ જ ગામના મગન બેચરભાઈ શિરા તથા તેના પુત્ર પરેશે પોતાની પાસે ગીરવે રખાવી અને આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લઈ અને તે પેટે ફરિયાદી જીવનભાઈ સોલંકી ને રૂપિયા 11 લાખ 20 હાજર વ્યાજે આપવામાં આવ્યા હતા.
આ પછી પિતા-પુત્ર દ્વારા ફરિયાદી જીવનભાઈ પાસે અવારનવાર વ્યાજના નાણાંની ઉઘરાણી કરી, તેમની માલિકીની જમીન પોતાના નામે કરાવીને અન્યને વહેંચી નાખી, તેમની પાસે મૂળ રકમ તેમજ વ્યાજ સહિત રૂ. 28 લાખ વસૂલ કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં જીવનભાઈ સોલંકીની ફરિયાદ પરથી પરેશભાઈ તથા તેના પિતા મગનભાઈ બેચરભાઈ સામે આઈ.પી.સી. કલમ 384, 114 તથા મની લેન્ડર્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં આગળની તપાસ ભાણવડના પી.એસ.આઈ. પી.ડી. વાંદા ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular