Sunday, December 22, 2024
Homeરાજ્યનયારા કંપનીમાંથી રૂા.3.42 લાખના સલ્ફર ચોરીના ગુનામાં કુલ 12 સામે ફરિયાદ

નયારા કંપનીમાંથી રૂા.3.42 લાખના સલ્ફર ચોરીના ગુનામાં કુલ 12 સામે ફરિયાદ

ત્રણ ટ્રક મારફત કંપનીની મંજૂરી વગર સલ્ફર લઇ જવાના પ્રયાસ અંગે ફરિયાદ નોંધાઇ

- Advertisement -

ખંભાળિયા- જામનગર હાઈવે પર આવેલી આંતરરાષ્ટ્રીય સ્તરની નયારા એનર્જી કંપનીમાંથી રૂપિયા 3.42 લાખની કિંમતના સલ્ફરનો જથ્થો ત્રણ ટ્રક મારફતે ભરીને કંપનીની મંજૂરી વગર લઈ જવાના પ્રયાસ સબબ ટ્રકના ચાલક તથા અન્ય સ્થાનિક કર્મચારીઓ મળી કુલ 12 શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર જામનગર ધોરીમાર્ગ પર આવેલી નયારા એનર્જી લિમિટેડ કંપનીમાં આવેલા સલ્ફર પ્લાન્ટમાંથી સોમવારે સવારે આશરે પોણા બારેક વાગ્યે સલ્ફર નો જથ્થો ભરીને નીકળેલા ત્રણ શખ્સોને કંપની કર્મચારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.

આ સ્થળે ટ્રક નંબર જીજે-12-વાય-9528ના ચાલક રાણાવાવના રહીશ રામદે માલદેભાઈ ઓડેદરા તેના ક્લિનર મડીયાભાઈ ભલ્લોભાઈ શિંગાળ, અન્ય એક ટ્રક નં. જીજે-36-ટી-9042 ના ચાલક સોહન મેહરસિંહ બારીયા તથા ક્લીનર કિરણ નારૂભાઈ પરમાર, તથા ત્રીજા ટ્રક નંબર જીજ-06-એક્સ એક્સ-1269 ના ચાલક કપિલ અમૃતલાલ પરમાર અને ક્લીનર કાંતિલાલ છગનભાઈ પરમાર નામના શખ્સો દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રહેતા રવિ નામના એક શખ્સ સાથે મળી પૂર્વયોજીત કાવતરૂ રચીને ત્રણેય ટ્રકમાં કંપની સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી આચરી અને ગેરકાયદેસર રીતે 24.82 ટન સલ્ફરનો જથ્થો લઈને જતા ઝડપી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

આટલું જ નહીં, કંપનીમાં વે-બ્રિજ અને સાયલો ઓપરેટર (કર્મચારીઓ) એવા ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા યોગરાજસિંહ રઘુભા જાડેજા અને રાજેન્દ્રસિંહ અનોપસિંહ જેઠવા, ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે રહેતા મહાવીરસિંહ નટુભા ઝાલા, બ્રિજરાજસિંહ ભીખુભા જાડેજા અને મીઠોઈ ગામના સુખદેવસિંહ નટુભા જાડેજા નામના પાંચ શખ્સોએની પણ આડકતરી રીતે આ પ્રકરણમાં સંડોવણી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

રૂા.3,42,268 ની કિંમતના 24.82 મેટ્રિક ટન સલ્ફરના જથ્થાને ગેરકાયદેસર રીતે ટ્રકમાં ભરીને લઈ જવાના પ્રયાસ અંગે કંપની કર્મચારી એવા જામનગર ખાતે રહેતા સંજય કૈલાસ કુલવામા દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં ઉપરોક્ત બારેય શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પ્રકરણ અંગે પોલીસે આઈપીસી કલમ 406, 408 તથા 120 (બી) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પોલિસ ઈન્સ. વી.વી. વાગડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular