જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા બુટલેગર સામે કરાયેલ પાસાની દરખાસ્ત મંજુર થતાં એલસીબીએ શખ્સને ઝડપી લઇ સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહી. બુટલેગર્સ ઉપર પાસા દરખાસ્ત તૈયાર કરવા એલસીબીના પીઆઇ વી.એમ. લગારિયાને સૂચના અપાઇ હતી. જેથી પોલીસ અધિક્ષક મારફત જિલ્લા મેજીસ્ટ્રેટ બી.કે. પંડયાને આ દરખાસ્ત મોકલવામાં આવતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મોરબીના ભાગર્વ ઉર્ફે મોન્ટુ પલ્લવ રાવલ નામના શખ્સ વિરૂધ્ધ પાસા વોરંટ ઈસ્યુ કરતાં આ પાસા વોરંટની બજવણી પીએસઆઇ એ.કે. પટેલ તથા હિરેન વરણવા, શરદ પરમારને કરતાં જામનગર એલસીબી પોલીસ દ્વારા ભાગર્વ ઉર્ફે મોન્ટુ પલ્લવ રાવલ નામના શખસને ઝડપી લઇ સુરતની લોજપોર મધ્યસ્થ જેલમાં સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.