મધ્યપ્રદેશના ઉજ્જૈન માંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં એક શખ્સે દારૂની દુકાનેથી ચાર બોટલ દારૂ ખરીદ્યો હતો. પરંતુ તે દારૂની આખી બોટલ પી ગયો છતાં નશો ન ચઢ્યો તો તેણે ગૃહમંત્રીને ફરિયાદ કરી છે. અને કહ્યું છે કે હવે અન્ય ચીજવસ્તુઓની જેમ દારૂની બોટલમાં પણ ભેળસેળ કરવામાં આવી રહી છે. અને દારુમાં પાણી મિક્સ કરીને વહેચવામાં આવે છે તેવી ફરિયાદ કરી છે.
ઉજ્જૈનનાં બહાદૂર ગંજ એરિયાનાં નિવાસી લોકેશ સોઠીયાએ 12 એપ્રિલના રોજ એક દુકાન માંથી દારૂની ચાર બોટલો ખરીદી હતી. લોકેશે જણાવ્યું કે બોટલોમાં દારુ સાથે પાણી મિક્સ હતું. તે આખી બોટલ દારૂ પી ગયો તો પણ નશો ન ચઢ્યો તો દુકાનદારને તે અંગે રજૂઆત કરી. પરંતુ દુકાનદારે ધમકીભર્યા શબ્દોમાં વાત કરતાં આ યુવકે ગૃહ રાજ્યમંત્રી નરોત્તમ મિશ્રાને ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે કહ્યું કે મેં બે અન્ય બોટલોની સીલ હજુ સુધી ખોલી નથી અને હવે જરૂરી હશે તો સાબિતી રૂપે રજુ કરીશ. અને ગૃહમંત્રીને ફરિયાદ કર્યા બાદ હવે અધિકારીઓને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લોકેશ સોઠીયાના વકીલે જણાવ્યું કે લોકેશ સાથે થયેલ છેતરપિંડીનું પ્રકરણ અમે ઉપભોક્તા ફોરમમાં લઇ જઈ રહ્યા છીએ. મારા ક્લાઈન્ટનો પેઈડ પાર્કિંગનો વ્યવસાય છે, તેઓ વર્ષોથી દારુ પીવે છે, આ માટે તેમને દારૂની ઓળખાણ છે.