Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર દરેડ આરોગ્ય કેન્દ્રની સરાહનીય કામગીરી -VIDEO

જામનગર દરેડ આરોગ્ય કેન્દ્રની સરાહનીય કામગીરી -VIDEO

ફીલોપિયન ટ્યુબ માં ફસાયેલા બાળક અને માતાને બચાવવામાં સફળ

- Advertisement -

જામનગરમાં દરેડ ખોલીમાં રહેતાં મુળ બિહારના બરેલીના ફરાના સબીર ખાસબ નામના 22 વર્ષીય મહિલાનું બાળક ફેલોપિયન ટયુબમાં રહેતા દર્દીને ઓપરેશન માટે સમજાવીને સફળ કામગીરી પૂર્ણ કરીને માતા અને બાળકનો જીવ બચાવી સરાહનીય કામગીરી જામનગર દરેડ આરોગ્ય કેન્દ્રની ટીમે કરીને માનવતાનું ઉદાહરણ પૂરુ પાડયું હતું.

- Advertisement -

દરેડ વિસ્તારના ફરાનાબેનને ગર્ભાશયમાં બાળક રહેવાને બદલે ફલોેપિયન ટયુબમાં બાળકનો વિકાસ થતો હતો. જેઓ બે મહિનાના પ્રેગ્નેટ હતાં. દર્દીને દરેડ આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. અને બાદમાં જી. જી. હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. જ્યાંથી તેની સોનોગ્રાફી કરીને ત્યાં તેમને સમજાવવામાં આવ્યા હતાં કે જો બે કલાકમાં ઓપરેશન ન થાય તો માતાનો જીવ જોખમમાં મુકાઈ એમ હતું. આવા સમયે દર્દી જી. જી. માંથી નાસી ગયું બાદમાં દરેડ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા દર્દીને શોધી કાઢી ફરી સમજાવીને સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

સફળ ઓપરેશન કરવા માટે દરેડ વિસ્તારની આરોગ્ય કેન્દ્રની ટીમમાં મેડીકલ ઓફિસરની અને તેની ટીમના બહેનોએ સમજાવીને આ ઓપરેશન કરવા સમજાવવાની જહેમત ઉઠાવી હતી અને ત્યારબાદ ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. ખુદ જિલ્લા વિકાસ અધિકારી એ સમગ્ર મેટરમાં રસ લઇ તાત્કાલિક દર્દીનુ: ઓપરેશન માટે પ્રયાસ કર્યા અને દર્દીને ઓપેરશન દરમિયાન બ્લડ ન મળતા ખુદ દરેડ આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરએ બ્લડ ડોને કરી દર્દીનો જીવ બચાવ્યો હતો. આ માટે જિલ્લા આરસીએઓ ડો. નુપુર, ડો. એચ.એચ. ભાયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, દરેડ

સેન્ટરની મેડીકલ ટીમ અને જી. જી.ની મેડીકલ ટીમના સંયુકત પ્રયાસ હેઠળ કામગીરીને સફળ બનાવાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular