Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયવસ્તુના ભાવ વધારવાને બદલે કંપનીઓ વજન ઘટાડવા લાગી

વસ્તુના ભાવ વધારવાને બદલે કંપનીઓ વજન ઘટાડવા લાગી

- Advertisement -

હવે કંપનીઓ પણ મોંઘવારીથી પરેશાન છે. આ જ કારણ છે કે કન્ઝ્યુમર  ગુડ્સનું ઉત્પાદન કરતી 114એ0 કંપનીઓએ નાના પેકેટનું વજન ઘટાડવાનું શરૂ કર્યું છે. પાર્લે અને બ્રિટાનિયા જેવી કંપનીઓ ગ્રામીણ બજાર પર પકડ જાળવી રાખવા માટે નાના પેકેટમાં માલ વેચવા પર વધુ ભાર મૂકે છે. નાના પેકેજડ માલ તેમના કુલ વેચાણમાં 40 થી 50 ટકા હિસ્સો ધરાવે છે.

- Advertisement -

જો કે, મોંઘા ખાદ્ય તેલ, ખાંડ અને ઘઉના ભાવે આ કંપનીઓ પર 2 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીના નાના પેકેટના વજનમાં ઘટાડો કરવાનું દબાણ કર્યું છે. છેલ્લા છ મહિનામાં 10 રૂપિયાથી ઓછી કિંમતના પ્રખ્યાત પારલે-જી બિસ્કિટના તમામ પેકેટના વજનમાં સાતથી આઠ ટકાનો ઘટાડો થયો છે.પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ ક્રિષ્નારાવ બુદ્ધ કહે છે કે નાના પેકેટોનું ઉત્પાદન કરવું એ એક પડકાર છે કારણ કે તેમાંથી આવક બહુ સારી નથી. તેમણે કહ્યું કે શક્ય હોય ત્યાં સુધી અમે પેકેટનું વજન ઓછું કરીએ છીએ. આ રીતે આપણે ટકી શકીએ છીએ અને ફુગાવાનું સંચાલન કરીએ છીએ. અમે રૂ.10થી ઉપરના પેકેટની કિંમતમાં સીધો વધારો કરીએ છીએ. મોંઘવારી માત્ર ઘરોની ખર્ચ શક્તિમાં ઘટાડો કરી રહી નથી પરંતુ કંપનીઓને પણ અસર થઈ રહી છે. તેનું કારણ એ છે કે જથ્થાબંધ ભાવ છૂટક કિંમતો કરતા ઝડપથી વધી રહ્યા છે. ઉદાહરણ તરીકે વાર્ષિક ધોરણે માર્ચ ક્વાર્ટરમાં ખાંડના ભાવમાં 7 ટકાનો વધારો થયો છે જયારે કાજુની કિમતમાં 35 ટકાનો વધારો થયો છે. આ સિવાય પેકેજિંગની કિમત પણ વધી છે. માર્ચ ક્વાર્ટરમાં લેમિનેશન 20 ટકા મોંઘું થયું છે. કોરુગેટેડ બોક્સના ભાવમાં 21 ટકાનો વધારો થયો છે. ખાદ્યતેલોના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. બુદ્ધ માને છે કે આપણી પાસે કોઈ વિકલ્પ નથી. અમે રૂ. 5 અને રૂ. 10 ની કિંમતના પેકેટ્સનું વેચાણ ચાલુ રાખીશું કારણ કે ગ્રાહકો તેને ઇચ્છે છે. પારલે બિસ્કીટના પાંચ રૂપિયાના પેકેટનો કંપનીના કુલ વેચાણમાં 40 થી 45 ટકા હિસ્સો છે. જેમાં રૂ. 10 પેકેટ કુલ વેચાણમાં 25 થી 30 ટકા હિસ્સો ધરાવે છે. પ્રિયા ગોલ્ડ બ્રાન્ડ હેઠળ બિસ્કિટ વેચતી કંપની સૂર્યા ફૂડ એન્ડ એગ્રોનું કહેવું છે કે મોંઘવારીને કારણે કંપનીનું કામકાજ મુશ્કેલ બની રહ્યું છે. કંપનીના ડાયરેક્ટર શેખર અગ્રવાલ કહે છે કે પહેલા અમે જયારે મોંઘવારી વધી ત્યારે વજન ઘટાડતા હતા, પરંતુ હવે આ પદ્ધતિ કામ કરી રહી નથી.

અમે 5 રૂપિયાના પેકેટને બંધ કરી શકીએ અથવા 5 રૂપિયાના પેકેટની કિમત વધારીને 10 રૂપિયા કરી શકીએ. હવે અમે પાંચ રૂપિયામાં કોઈપણ વજનના પેકેટ આપી શકતા નથી. સૂર્યા ફૂડ એન્ડ એગ્રોના પોર્ટફોલિયોમાં રૂ. 5 થી રૂ. 10 ની કિંમતની 70 ટકા પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. કંપનીઓનું કહેવું છે કે અમારા પર ટૂંક સમયમાં માત્ર 10 રૂપિયાના પેકેટ વેચવાનું દબાણ આવી શકે છે. પાર્લેના બુદ્ધ કહે છે. કે આગામી બે-ત્રણ વર્ષમાં પાંચ રૂપિયાના પેકેટની કિંમત માત્ર 10 રૂપિયા થઈ શકે છે. ધીમે ધીમે રૂા. 5 ના પેકેટ બંધ થઈ શકે છે. કારણ કે તે ઉપભોક્તાઓની માંગને પહોંચી વળવા સક્ષમ નથી. ગયા અઠવાડિયે નાણાકીય પરિણામોની જાહેરાત કરતી વખતે, બ્રિટાનિયાએ કહ્યું હતું કે આ વર્ષે કિંમતોમાં 10 ટકા વધારો કરવાની જરૂર છે. આ વધારો વજનમાં ઘટાડા દ્વારા કરવામાં આવશે. કોરોનાને રોકવા માટે ચીનના ઘણા શહેરોમાં લોકડાઉન ચાલુ છે. તેનાં અસર વોશ્ર્વેક સપ્લાય ચેઇન પર પડા રહાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ચીનના કારણે વૈશ્ર્વિક સપ્લાય ચેઈન લાંબા સમય સુધી પ્રભાવિત રહેશે તો આવનારા સમયમાં મોંઘવારીનું સંકટ વધી શકે છે. મોંઘવારીની સૌથી વધુ અસર ખાદ્ય પદાર્થો પર પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular