કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે રહેતા કડવીબેન ખીમાભાઈ કંડોરીયા નામના આહીર મહિલા છેલ્લા નવેક વર્ષથી ગળાના કેન્સરની બીમારીથી પીડાતા હોય, આ બીમારીથી કંટાળીને થોડા સમય પૂર્વે તેમણે પોતાના હાથે ખડમાં છાટવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ રામશીભાઈ ખીમાભાઈ કંડોરીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.